Popular post

Loading...

સરકારી યોજનાઓ

1..પ્રાથમિક શિક્ષણ
વિદ્યાદીપ યોજના
.શાળામાં ભણતાં બાળકોનું અકસ્‍માતે મૃતયુ થાય ત્‍યારે તેનાં માતા-પિતા અને વાલીને આકસ્‍મિક આપત્તિમાં મદદરૂપ થવા માટેનો પ્રજાધર્મ બજાવવાનો સરકારનો હેતુ આ યોજના દાખલ કરવા પાછળનો છે. Vidhyadeep Yojna
.૮૫ લાખ વિદ્યાર્થીઓને ૨૪ કલાકનું વીમાકવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.
.અકસ્‍માતે મૃતયુ પામતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના વાલીને રૂ. ૨૫,૦૦૦ ની વીમાની રકમ ચૂકવવામાં આવે છે.
.વિદ્યાદીપ વીમા યોજનાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે.

  
વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ યોજના
.સમગ્ર રાજ્યમાં કન્‍યા-કેળવણીનું પ્રમાણ વધારવા ૩૫ ટકાથી ઓછીી સ્‍ત્રી સાક્ષરતાવાળા ગામોમાં ૧માં ૧૦૦ ટકા કન્‍યાઓનું નામાંકન થાય અને નવીન પ્રવેશ મેળવનાર ધોરણ-૭ સુધી અભ્‍યાસ ચાલુ રાખે તે માટે વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ યોજના દાખલ કરેલ છે.
.નગરપાલિકાઓમાં બી.પી. એલ. પરિવારની કન્‍યાઓને પણ વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ આપવામાં આવે છે.
.ધોરણ ૧માં નવીન શાળા-પ્રવેશ મેળવનાર દરેક કન્‍યાને ૧૦૦૦/- રૂપિયાની બોન્‍ડની રકમ આપવામાં આવે છે.
.૭ લાખ કન્‍યાઓને રૂ. ૭૦ કરોડના વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવ્‍યા.
.ધોરણ ૭ પાસ કરે ત્‍યારે બોન્‍ડની રકમ તેના વ્‍યાજની રકમ કન્‍યાને આપવામાં આવશે.

વર્ષ લાભાર્થી કન્‍યાઓરૂ. (કરોડમાં)
૨૦૦૨-૦૩ ૧,૧૦,૮૨૯ ૧૧.૦૮
૨૦૦૩-૦૪ ૧,૫૪,૪૫૭ ૧૫.૪૪
૨૦૦૪-૦૫ ૧,૩૦,૦૦૦ ૧૩.૦૦
૨૦૦૫-૦૬ ૧,૫૧,૦૩૪ ૧૫.૧૦
૨૦૦૬-૦૭ ૧,૪૬,૨૦૦ ૧૧.૬૩
૨૦૦૭-૦૮ ૧,૪૭,૫૦૬ ૧૪.૭૫
૨૦૦૮-૦૯ ૧,૨૭,૭૫૭ ૧૨.૮૭
૨૦૦૯-૧૦ ૧,૧૧,૫૫૩ ૧૧.૧૫

દરેક કન્‍યાને ૧૦૦૦/- રૂપિયાની બોન્‍ડ ની રકમ.

                  શાળા આરોગ્‍ય તપાસણી કાર્યક્રમ
.આ કાર્યક્રમમાં નવજાત શિશુથી ૧૪ વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોના આરોગ્‍યની જવાબદારી રાજ્યની આરોગ્‍ય વિભાગ દ્વારા નિભાવવામાં આવે છે.
.બાળકોમાં પાંડુરોગ જેવી બીમારીઓથી માંડી, હૃદય, કીડની અને કેન્‍સર જેવી ગંભીર બીમારીઓની સારવારમાં રાજ્યમાં તેમજ રાજ્ય બહારની ખ્‍યાતનામ હોસ્‍પિટલોમાં વિનામૂલ્‍યે ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત પ્રતિ વર્ષ અંદાજે એક કરોડ જેટલાં બાળકોની આરોગ્‍યની તપાસણી કરવામાં આવે છે.
.જે બાળકોને સંદર્ભ સેવાની જરૂર છે તેવાં બાળકોને જિલ્‍લાની સિવિલ હોસ્‍પિટલમાં મોકલી અપાય છે. જ્યાં બાળરોગ-નિષ્‍ણાત, આંખના સર્જન, કાન-નાક-ગળાના સર્જન, દંત સર્જન, ચામડીના રોગોના નિષ્‍ણાંત વગેરે નિષ્‍ણાતો દ્વારા તબીબી સારવાર આપવામાં આવે છે.
.જે બાળકોની દ્રષ્‍ટિની ખામી હોય તેવાં બાળકોને વિનામૂલ્‍યે ચશ્‍મા પૂરા પાડવામાં આવે છે.School Health Checkup Programme
.રાજ્ય સરકાર દર વર્ષે ૪૫૦ લાખ રૂપિય શાળા-આરોગ્‍ય કાર્યક્રમ માટે પૂરા પાડે છે.
.વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા યુનિસેફ, યુનેસ્‍કો અને વિશ્વબેન્‍કના સહકારથી ‘આરોગ્‍યવર્ધક શાળા-કાર્યક્રમ’ નો પાયોલોટ પ્રોજેકટ દેશમાં પ્રથમવાર ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યો છે.

સેવા ઉપર એક નજર

કુલ બાળકોકુલ બાળકોસ્‍થળ પર સારવાર આપેલ બાળકોની સંખ્‍યાસંદર્ભ સેવા આપેલ બાળકોની સંખ્‍યા
૧,૦૭,૭૫,૬૬૯૯૭,૯૨,૭૧૦૧૫,૬૭,૫૪૫૭૬,૩૯૩


પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કમ્‍પ્‍યૂટર શિક્ષણની યોજના
.કમ્‍પ્‍યૂટર શિક્ષણ માટે વર્ષ ૨૦૦૬-૦૭ માં રૂ. ૪૦ કરોડ અને ૨૦૦૭-૦૮ માં રૂ. ૮૫ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
.૨૦૦૭-૦૮ ના વર્ષમાં કમ્‍પ્‍યૂટર દાન યોજના માટે રૂ. ૨૫૦ લાખની જોગવાઇ કરેલ છે. વર્ષ ૨૦૦૬-૦૭ માં ૪૪૭ કમ્‍પ્‍યૂટર દાનમાં મળેલ છે. જે અન્‍વયે વર્ષ ૨૦૦૭-૦૮ માં સરકારશ્રી દ્વારા કમ્‍પ્‍યૂટર આપવાની યોજના અમલ હેઠળ છે.


સ્‍થાયીકરણનો દર, શાળા છોડી જવાનું પ્રમાણ (ડ્રોપઆઉટ રેટ)



 2. માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગ


શિક્ષકોને ગુણવત્તા સુધારવાની તક મળી શકે તે માટે ડિપ્‍લોમા કોર્ષ
.શિક્ષણની ગુણવત્તા-સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજયના શાળા વિકાસ સંકુલોને વહીવટી સરળતા માટે બોર્ડ દરેક શાળાવિકાસ સંકુલને ટોકન રૂ.૨૫૦૦ ની ગ્રાન્‍ટ ફાળવી આપે છે. તેમજ અંગ્રેજી વિષયના સંદર્ભે શિક્ષકોને તેમની ગુણવત્તા સુધારવાની તક મળી રહે તે હેતુથી બોર્ડ કેમ્‍બ્રિજ યુનિવર્સિટી (યુ.કે.) સાથે એમ.ઓ.યુ.કરી શિક્ષકોને વિનામૂલ્‍યે કોર્ષ કરવા માટેની તક બોર્ડ પૂરી પાડેલ છે. જે માટે દરેક શિક્ષક દીઠ રૂ.૪૦,૦૦૦/- (ચાલીસ હજાર) ખર્ચ બોર્ડ કરે છે.
.કેમ્‍બ્રિજ ઇન્‍ટરનેશનલ ડિપ્‍લોમા ફોર ટીચર્સ (CIDT) કોર્ષ માટે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડે, ગુજરાતના સેવાકાલીન શિક્ષકોને ગુણવત્તા સુધારવાની તક મળી શકે તે માટે ડિપ્‍લોમા કોર્ષ માટેનું કેમ્‍બ્રિજ યુનિ.નું સેન્‍ટર મેળવેલ છે.




ટેલિકોન્‍ફરન્‍સ ધોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓ માટે
.BISAG ના સહયોગથી ટેલિકોન્‍ફરન્‍સ ધોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે ’’ભાર વિનાના ભણતર’’ પ્રોગ્રામ હેઠળ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ઇસરોના સહકારથી ધોરણ ૮ ના ત્રણ વિષયો ગણિત + વિજ્ઞાન+અંગ્રેજી માટે (DD-1) અને (DD-11) ના ઉપર ટ્રાન્‍સમિશન દ્વારા જા કલાકના કાર્યક્રમો કાશિત કરવામાં આવે છે.


રવેશ માટેની કોમન એન્‍ટરન્‍સ ટેસ્‍ટનું આયોજન
.શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ બોર્ડ ગુજરાતના ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલ, ઇજનેર તેમજ ફાર્મસી જેવા વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેની કોમન એન્‍ટરન્‍સ ટેસ્‍ટનું આયોજન સફળતા-પૂર્વક હાથ ધરી વર્ષ ર૦૦૬ માં પ્રથમવાર પરિણામ જાહેર કરેલ છે.
.પ્રશ્નબેન્‍ક શ્રેષ્‍ઠ ઉત્તરવાહીઓની પુસ્‍તિકા, સમતુલિત પ્રશ્નપત્ર, અભ્‍યાસક્રમનું પરિરૂપ, કોમન એન્‍ટરન્‍સ ટેસ્‍ટની માર્ગદર્શિકા તેમજ અભ્‍યાસક્રમનાં પુસ્‍તકો અને ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓને ઉપયોગી એવું કારકિર્દી માર્ગદર્શન આપતું સાહિત્‍ય તથા વિદ્યાર્થીઓમાં સાહસિકતા, ચપળતા અને આંતરિક વિકાસ સરળતાથી થાય તે માટે રાજયમાં આવેલી માધ્‍યમિક તેમજ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં સહ અભ્‍યાસિક કાર્યક્રમોમાં એકસૂત્રતા જળવાય તે હેતુથી બોર્ડ પ્રવૃત્તિઓનું વાર્ષિક કેલેન્‍ડર વગેરે તૈયાર કરી શાળાઓ સુધી પહોંચાડવામાં આવે છે.


મહિલાઓની સ્વરોજગારીના અભ્યાસક્રમો
.ગ્રામ્યવિસ્તારની તેમજ ગરીબ મહિલાઓને સ્વનિર્ભર કરવા ટેકનિકલ પરીક્ષા બોર્ડ દ્વારા મહિલાઓ માટે હોમ એપ્લાયન્સિસ રીપેર, ફુડ પ્રોસેસિંગ, ઇમિટેશન જ્વેલરી, કાર્ડ બોર્ડ વર્ક એન્ડ બુક બાઇન્ડિંગ, ફેશનડિઝાઇન, જરીક્રાફ્ટ એન્ડ જરદોશી વર્ક રેક્ઝીન, બેગ મેકિંગ હાઉસ કીપિંગ ગારમેન્ટ મેકિંગ અન્ડ એમ્બ્રોડરી અને ફેન્સી વર્ક જેવા નવા કોર્સ ડિઝાઇન કરવામાં આવેલા છે. જેના દ્વારા આશરે ૩૫૦૦૦ મહિલાઓમાં સ્વરોજગારી અને સ્વ.ઉદ્યોગની ક્ષમતા કેળવવામાં આવશે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમને મળતી કેન્દ્રીય પુરસ્કૃત યોજનાની ગ્રાન્ટ અંતર્ગત ચલાવવામાં આવનાર મહિલાઓના ઉત્કર્ષ માટેના ફંડ થકી આ યોજનાનું અમલરીકરણ કરવામાં આવી રહ્યુ છે.
cx

1 comments:

shixanjahat said...

assdas

Post a Comment

COMMENTS

તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછો?

sdafaf

sd

http://www.kosmetikstudio-hamburg.net http://www.howtoaddlikebutton.com

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | cheap international calls