Popular post

Loading...

Saturday 14 September 2013

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

 

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દોડતાં જઈને મારી રોજની પાટલીયે બેસવું છે, અને

પાટલી પર બેસવા એ મીઠા ઝગડા દોસ્તારો સાથે કરવા છે.
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની એ મહક લેતાં પહેલા પાને ,સુંદર અક્ષરે મારું નામ લખવું છે.

ચોપડીના અંદરના પાને  મનમાં આવતા  વિચારો ને ચિત્ર કાર બની વ્યકત કરવા છે.

આ ચિત્ર સાહેબની નજરમાં પડી જાય તો એ હળવો મેથી પાક મારે ખાવો છે.

મારા એ સાહેબોના વિવિધ નામો પાડવા છે અને ટીખળો કરવા
મારે ફરી એકવાર શાળાએ જવું છે…!!

વર્ગમાં કાગળના એ ડુચા બનાવી મિત્રોને મારવા છે. મસ્તીથી પેનના લીસોટા શર્ટ પર પાડવા છે ઘેર આવી મમ્મીનો એ મીઠો ઠપકો સાંભળવા

મારે ફરી એકવાર શાળાએ જવું છે…!!
રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે …હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી..
મરચુ મીઠું ભભરાવેલ આમલી-બોર-જમરુખ- કાકડી બધું ખાવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે…!!
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,
અનપેક્ષીત રજાના આનંદ માટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં , મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને , સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહારભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
દીવાળીના વેકેશનની રાહ જોતાં , છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી , હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી , તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા… મારે ફરી એકવાર શાળાએ જવું છે…!
કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં , પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં , પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે. કેટલીયે તૂટ્ફૂટવચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,બે ની પાટલી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવામાટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું…
આજે જયારે મોટો થયો છે કે “તૂટેલા સ્વપ્નો” અને “અધુરી લાગણીઓ” કરતા”તૂટેલા રમકડા” અને “અધૂરા હોમવર્ક” સારા હતા..
આજે સમજાય છે કે જયારે “બોસ” ખીજાય એના કરતા શાળા માં શિક્ષક “અંગુઠા” પકડાવતા હતા એ સારું હતું…
આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે “પીઝા” મા નથી આવતો…
ફક્ત મારેજ નહી તમારે પણ ફરી શાળાએ જવુ છે ?

0 comments:

Post a Comment

COMMENTS

તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછો?

sdafaf

sd

http://www.kosmetikstudio-hamburg.net http://www.howtoaddlikebutton.com

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | cheap international calls